suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

2 માર્ચ, 2022

પરમ આત્મા


01. પોતપોતાની ઈચ્છા અનુસાર વ્યવહાર કરવો એજ એ યોગિયોના સંસાર છે. એમાંથી કેટલાય તો વસ્ત્રોને ધારણ કરે છે અને કેટલાય દિગંબર અર્થાત વસ્ત્રો સિવાય જ રહે છે. એ યોગિયોઓને માટે ન તો કોઈ ધર્મ છે અને ન તો કંઈ અધર્મ છે. પવિત્ર કે અપવિત્ર વગેરે પણ કંઈ જ નથી. (ઇન્દ્રિયોને વશમાં કરવાના રૂપોમાં) હંમેશા સંગ્રહની દ્રષ્ટિથી એ (યોગીજન) અંત:કરણમાં (આત્માના ધ્યાન રૂપ) અશ્વમેઘ યજ્ઞ કર્યા કરે છે. એ જ એમનો મહાયજ્ઞ અને મહાયોગ છે.

02.શરીરની અંદર રહેલા હૃદય રૂપી ગુફામાં એક (અદ્વિતીય) અજ (ક્યારેય જન્મ ન લેનાર) નિત્ય (શાશ્વત) નિવાસ કરે છે. પૃથ્વી એનું શરીર છે ,એ પૃથ્વીની અંદર રહે છે, પરંતુ પૃથ્વી આને (અજને) જાણતી નથી. જળ જેનું શરીર છે, જે જળમાં નિવાસ કરે છે, પરંતુ જળ એનું જ્ઞાન નથી. તે જ જેનું શરીર છે, જે તેજની અંતર્ગત સંચારિત થાય છે, પરંતુ તેજ જેને (સંચારીત થવાને) જાણતું નથી. વાયુ જેનું શરીર છે, જે વાયુની અંદર સંચરિત થાય છે, પરંતુ વાયુ જેને  નથી જાણતો. આકાશ જેનું શરીર છે, જે આકાશમાં સંચરિત થાય છે, પરંતુ આકાશ જેને  નથી જાણતું. મન જેનું શરીર છે, જે મનમાં સંચરિત થાય છે, પરંતુ મન જેને  નથી જાણતું.બુદ્ધિ જેનું શરીર છે, જે બુદ્ધિમાં નિવાસ કરે છે, પરંતુ જેને બુદ્ધિ જાણતી નથી. જેનું શરીર અહંકાર છે, જે અહંકારમાં નિવાસ કરે છે પરંતુ અહંકાર જેને જાણતો નથી, ચિત્ત જેનું શરીર છે, જે ચિત્તમાં સંચરિત થાય છે, પરંતુ ચિત્ત જેને જાણતું નથી. અવ્યક્ત જેનું શરીર છે, જે અવ્યક્તમાં સંચરિત થાય છે, પરંતુ અવ્યક્ત જેને નથી જાણતું. અક્ષર જેનું શરીર છે, જે અક્ષરમાં સંચરિત થાય છે, પરંતુ અક્ષર જેને જાણતું નથી. જેનું શરીર મૃત્યુ છે. જે મૃત્યુમાં સંચરિત થાય છે, પરંતુ મૃત્યુ જેને જાણતું નથી- એજ સર્વભૂતોમાં રહેલ એમનો અંતરાત્મા છે, એ નિષ્પાપ છે  અને એજ એક દિવ્ય નારાયણ છે. શરીર અને ઇન્દ્રિયાદિ અનાત્મ વિષય છે. એના વિષયમાં 'હું ' અને 'મારા નો ભાવ' અધ્યાસ (ભ્રાંતિ) માત્ર છે. એટલા માટે વિદ્વાને ઈચ્છવું જોઈએ કે એ બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મજ્ઞાન) દ્વારા આ અધ્યાસ (ભ્રાંતિ-બ્રહ્મ)ને દૂર કરે.

1 ટિપ્પણી:

  1. ધોરણ 6થી 8 ના વિષય મુજબ અને એકમ મુજબ ટેસ્ટ પેપર મોકલો

    જવાબ આપોકાઢી નાખો

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post