🌹જય ભોલેનાથ⛳
👉ભક્તિનો માર્ગ ,ફૂલડાં કેરી પાંખડી
સૂંધે તેને રે સુવાસ...............
👉ગુલાબનું ફૂલ હોય કે ધતુરાનું ફૂલ હોય,જો અંધને આપવામાં આવે તોતે તરત કહેશે કે આ ગુલાબનું ફૂલ છે.ગુલાબે ઓળખાણ આપવાની હોતી નથી.એમ માણસાઈ કોઈની અસ્તી રહેતી નથી.
👉સમય અનેક જખમ આપે છે,એટલે તો ઘડિયાળમાં કાંટા હોયછે.ફૂલ નથી હોતા એટલે તો દુનિયા પૂછે છે કેટલા વાગ્યા?
👉જીંદગી
સમયના વહાણા કયાંય વહી જવાના,આમને આમ જીંદગી જીવી જવાના
કાલની ચિંતા શું કામ કરીએ,અમેતો આમને આમ જીંદગી જીવી જવાના,
હસતાં-હસતાં માણીશું જીંદગીને,તોફાનો થી કાંઈ નથી ડરી જવાના,
આવ્યું જો દુ:ખતો પણ હસી જવાના,આમ જીંદગીની મજા માણી જવાના.
કાલની ચિંતા શું કામ કરીએ,અમેતો આમને આમ જીંદગી જીવી જવાના,
હસતાં-હસતાં માણીશું જીંદગીને,તોફાનો થી કાંઈ નથી ડરી જવાના,
આવ્યું જો દુ:ખતો પણ હસી જવાના,આમ જીંદગીની મજા માણી જવાના.
🙈 નિષ્કામ દિલે કર કામ 🙈
નિષ્કામ દિલે કર કામ સદા ,વિવાદ જગતને કરવા દે
ભૂલી તારા સદગુણને અવગુણ યાદ જગતને કરવા દે
ભૂલી તારા સદગુણને અવગુણ યાદ જગતને કરવા દે
તું માનવ થઈને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂર નો રસસ્વાદ જગતને કરવા દે
મનના મહાસાગરમાં મોતીની માળા તું સહુને દેજે
એના બદલામાં પથ્થરો નો વરસાદ જગતને કરવા દે
જગતની ઉન્ન્ત ઈમારતનો મૂંગો પથ્થર એકાદ થાજો
અન્યાય મળે તું ને તોટો ફરિયાદ જગતને કરવા દે
જનતા જયારે નિર્જનતામાં ઝળે વાણીને સરવાણી
તારા ઉરના સંવાદ મહેશ અનુવાદ જગતને કરવા દે
👉કામ એવું કરો કે નામ થઇ જાય નહીંતર
નામ એવું કરો કે નામ લેતાં કામ થઇ જાય.
💪 શું મળે શું ન મળે? 👌
પૈસા થી મૂર્તિ મળે ભગવાન નહિ ,
પૈસાથી માણસ મળે વફાદારી નહિ.
પૈસાથી ભોજન મળે ભૂખ નહિ.
પૈસાથી પથારી મળે ઊંઘ નહિ.
પૈસાથી પુસ્તક મળે જ્ઞાન નહિ.
પૈસાથી શસ્ત્ર મળે શાંતિ નહિ.
પૈસાથી દવા મળે તંદુરસ્તી નહિ.
પૈસાથી લાલી પાઉડર મળે સુંદરતા નહિ.
પૈસાથી બધું મળે પણ માં-બાપ નહિ.
👉માં સે બઢકર કુસ નહિ ક્યાં પૈસા ક્યાં નામ,
ચરણ છુઆ ઔર હો ગયા તિરથ ચારો ધામ
👉મુખ દીઠ,દુ:ખ મીટે, હે તે પસારે હાથ ,
અમી ઝરંતી આંખડી મંગલમૂર્તિ માત.
💪 કેવું જીવન જીવવું 👌
👃અગરબત્તી જેવું 💄દીવા જેવું ♧ ઝાડ જેવું સજ્જન 🙆સાધુના સહવાસ જેવું 🌹ચંદન જેવું
🙈 ભક્તિ મળે એટલે 🙈
મુસાફરીમાં ભકિત મળે એટલે યાત્રા,
ભોજનમાં ભક્તિ મળે એટલે પ્રસાદી
ગીતમાં ભક્તિ મળે એટલે ભજન,
દ્રષ્ટિમાં ભક્તિ મળે એટલે દર્શન.
👲પ્રકૃત્તિ ,વિકૃતિ ,સંસ્કૃતિ👲
👉ભૂખ લાગે ખાવું- પ્રકૃત્તિ
👉ખાધેલું પચાવવા પડીકી લેવી-વિકૃતિ
👉ખાવામાં કોઈનો ભાગ- સંસ્કૃતિ
👉છીંક આવે આડો રૂમાલ રાખવો- પ્રકૃત્તિ
👉છીંક આવે સામે વાળાને ભરી દેવો- વિકૃતિ
👉બીજાને તકલીફ હોય માફી માગવી- સંસ્કૃતિ
🙈 જીંદગી શા કામની 🙈
જીવન જીવી જાણ્યું નહી, તો જીંદગી શા કામની
સાચા સુખને માણ્યું નહી, તો જીંદગી શા કામની
કળા કર્યા - ધોળા કર્યા ,નાણા બહુ ભેગા કર્યા
જાતિ વેળા ખાલી હાલ્યો,સાહેબી શા કામની
હાથીને ધોળા પર ફર્યો,પૃથ્વી પર પગ ના મૂક્યો
છેલ્લી પાલખી આ વાંસની,આ મોટરગાડી શા કામની
મહેલ ચણાવ્યા છ માળના ,મુર્હુત લીધું વાસ્તુ
મુર્હુત પહેલાં મોત આવે,આ હવેલી શા કામની
નોકર-ચાકર હજૂરિયા,પહેરો ભારે દિન-રાત
યમના દૂત બાંધી હાલ્યા, ચોકી શું કામન
👲 ધર્મનો પ્રભાવ 👲
👉ધર્મ વધે એનું ધન વધે ,ધન વધે પછી મન વધે
મન વધે પછી માન વધે ,વધત વધ વધે જાય
👉ધર્મ ઘટે એનું ધન ઘટે ,ધન ઘટે પછી મન ઘટે
મન ઘટે પછી માન ઘટે ,ઘટત ઘટત ઘટે જાય
👂ધર્મ👉ધર્મ એટલે સારો વિચારોનો સંગ્રહ....(સારા વિચારો
જ્યાં માનવતા ત્યાં ધર્મ
જ્યાં શાંતિ ત્યાં ધર્મ
જ્યાં અહિંસા ત્યાં ધર્મ
જ્યાં સત્ય ત્યાં ધર્મ
જ્યાં પરમાર્થ ત્યાં ધર્મ
જ્યાં સમર્પણ ત્યાં ધર્મ
✌શ્વાસના કોઈ વિશ્વાસ નથી તે ક્યારે અટકી જશે,એની કોઈને ખબર નથી,તેથી બાળપણથી જ આસ્તિક થઈને પ્રભુ સ્મરણ કરવું જોઈએ.
👌"વ"સાવધાન:-વેર,વ્યસન,વૈભવ,ને વ્યાજ વ્હાલા થઇ કરશે તારાજ
નવરસ:-શૃંગાર,હાસ્ય,કરુણ,રૌદ્ર,વીર,ભયાનક,બીભત્સ,અદભૂત,શાંત
🔦છ માતાઓ ઉંપર ખતરો તોળાય છે 🔍
(1).ભારત માતા (2).નદીમાતા (3). ગાયમાતા
(4).માતૃભાષા (5).જનની માતા (6).સંસ્કૃતિ માતા
💇તો નકામું 💇
👍ફૂલ ગમે તેટલું સારું હોય ,પરંતુ એમાં સુગંધ ન હોય તો નકામું .
👍બંગલો ભલે કરોડો રૂપિયાનો હોય પરંતુ એમાં નિવાસ ન હોયતો નકામો.
👍દેહ ભલે સોનાથી સજ્જ હોય,પરંતુ તેમાં જીવ ન હોય તો નકામો.
👍ભણતર ભલે ગમે તેટલું ભણ્યા હોય, પરંતુ સંસ્કાર ન હોય તો નકામું.
👍મણસની પાસે ભલે વસ્તુ ગમે તેટલી હોય,પરંતુ ધર્મ ન હોયતો નકામું.
👀શીખવા જેવું-શું આપવા જેવું👀
(1).અપકાર નહી -ઉપકાર (2).અસત્ય નહી -સત્ય
(3).અસહકાર નહી -સહકાર (4).કુસંપ નહી -સંપ
(5).અપહરણ નહી -સમર્પણ (6).સ્વાર્થ નહી -પરમાર્થ
(7).શત્રુતા નહી -મિત્રતા (8).હિંસા નહી -અહિંસા
(9).મમતા નહી -સમતા (10).નફરત નહી -પ્રેમ
(11).વિષ નહી -અમૃત (12).વિનાશ નહી -સર્જન કરતાં શીખો.
Suresh hai jayho.
જવાબ આપોકાઢી નાખોનમસ્કાર સર
જવાબ આપોકાઢી નાખોરજાનો દિવસ હતો આજે ઈચ્છા થઈ બાળકો માટે કંઈક નવું શોધીને આપુ. શોધતા-શોધતા અચાનક જ તમારા બ્લોગ પર નજર પડી. આપના બ્લોગ પર ઘણું બધું જોયા પછી ખરેખર એમ થયું કે ખરેખર આપ જ્ઞાનનો વિસ્તાર કરી રહ્યા છો તે પણ નિઃશુલ્ક. આપના આ ભગીરથ કાર્યને એક શિક્ષકનો જીવ હોવાના નાતે હું હૃદયસ્થ પ્રણામ કરું છું. બસ એટલું જ કહીશ કે આપ જે કોઈપણ છો ખુબ જ કર્મનિષ્ઠ છો.
પ્રફુલ પ્રજાપતિ
શ્રી ગુંદેલ પ્રાથમિક શાળા, ખેડબ્રહ્મા