પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

મોજે મોજ-4

 માતા-પિતા પ્રત્યે સંતાનોની ફરજ ભક્તિ

મા તે મા

જનનીની જોડ સખી નહી જડે રેલોલ!

    જેમ સરોવરમાં સાગરની કલ્પના કરવી,લાઈટમાં સૂર્યપ્રકાશની કલ્પના કરવી,ઇક્ષુરસમાં સુધારસની કલ્પના કરવી જેમ અનુચિત છે તેમ નાનકડી જીભે ઉપકારીઓના ઉપકારનું વર્ણન કરવું અશક્ય છે અનુચિત છે.

    દુનિયામાં પૈસાની સહાય કરે એના કરતાં કમાણીનો કિમીયો બતાવે તે વધુ ઉપકારી ગણાય,દવા આપનાર દુકાનદાર કરતાં દવા આપનાર ડૉકટર કે વૈધ વધુ ઉપકારી ગણાય,પરિક્ષાનું રીઝલ્ટ આપનાર કરતાં ભણાવનાર શિક્ષક વધુ ઉપકારી ગણાય,તેવી જ રીતે જગતમાં બધાના ઉપકારો કરતા જન્મદાતા માતા-પિતાનો ઉપકાર અમૂલ્ય રહેલો છે તો તેમની સેવા કરવી એ માનવીની ફરજ રહેલી છે.

        આજનો મારો સતાવતો પ્રશ્ન એ છેકે ઘરમાં રહેતા સાક્ષાત તીર્થ સમાન પ્રત્યક્ષ ભગવાન સમાન માતા-પિતાની સેવા કરવી કોઈને ગમતી નથી.ઘરમાં તેઓ કાંટાની જેમ ખૂંચે છે.ઘરમાં કૂતરાને પાળી શકે છે.પરંતુ માતા-પિતાનું પાલન તેનાથી થઈ શકતું નથી.પરંતુ માનવી વિચારે કે મંદિરની શોભા મૂર્તિથી શોભે,બાગની શોભા મધમધતા પુષ્પોથી શોભે,રજનીની શોભા પૂર્ણિમાના ચંદ્રથી શોભે તેવી જ રીતે  આપણા ઘર કે ફ્લેટની શોભા વડીલ માતા-પિતાથી  છે.

    જે ઘરમાં માતા-પિતા પ્રત્યે આદર કે સત્કાર નથી તે ઘર ઘર નથી સ્મશાન તુલ્ય છે જો ઘરને સ્વર્ગ બનાવવું હોય તો જેવી રીતે ચાતક મેઘ ને ઝંખે છે,ભ્રમર ગુલાબને ઝંખે છે,પતંગિયું પ્રકાશને ઝંખે છે.તે જ રીતે આપણે પણ માતા-પિતાની સેવા કરવાની ઝંખના રાખવી જોઈએ.આજે મને ભૂતકાળમાં થઇ ગયેલ કે જેમના માતા-પિતાની સેવા જગતભરમાં પ્રસિધ્ધ છે.(ઋષભદેવ સ્વામી,મહાવીર સ્વામી,શ્રવણ,ભગવાનશ્રીરામ,શ્રીકૃષ્ણ ભગવાન)

    તો આજના માનવ સમાજ વર્ગને મારે એટલી અપીલ કરવી છે કે આપણે બદ્રિકેદાર,અમરનાથ જીએ,ચારધામ ની યાત્રાએ જઈએ.પરંતુ ઘરમાં રહેતા માતા-પિતાની સેવા ન કરીએ.તો તે દર્શનયાત્રા નિષ્ફળ છે.અરે!એક કવિ એ એટલે સુધી કહ્યું છે કે ઓ કાળા માથાના માનવીઓ તમારે દર્શનયાત્રા જવાની જરૂર નથી કારણ કે,

ઘરમાં કશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ રે,

    મારે નથી જાવું તીર્થધામ રે.   ||1||                        

પહેલા રે માતા,પછી રે પિતા,પછી લ્યે પ્રભુ કેરું નામ રે,

મારે નથી જાવું તીર્થધામ રે.   ||2||                        

    જન્મ થી માંડીને જીવનના અંત સુધી માતા-પિતાનો ઉપકાર અમૂલ્ય રહેલો છે.તે ઋણ ચૂકવવા માટે આપણે આપણી ચામડીના જૂતા બનવીને પહેરાવીએ તોય તે ઋણ માંથી આપણે મુક્ત થઇ શકવાના નથી.એક કવિએ કહ્યું છે કે 

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ,એથી મીઠી મોરી માત રે ,

જનનીની જોડ સખી નહી જડે રે લોલ. ||1||                        

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ,

જનનીની જોડ સખી નહી જડે રે લોલ. ||2||                        

   જગતમાં માની જોડ મળવી દુર્લભ છે.એટલે જ કહેવાયું છે એક ગીતમાં ,

ભૂલો ભલે બીજું બધું માં-બાપને ભૂલશો નહિ,

અગણિત ઉપકાર એના એ કદી વિસરશો નહિ.

                        

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post