01.ઈશ્વર હોવાનો પુરાવો પુસ્તક છે.
02.જીવ પછીનું પૃથ્વી પરનું દ્વિતીય સર્જન પુસ્તક છે.
૦૩.જીવના સર્જનમાં ઈશ્વર કારણ રૂપ છે.જયારે પુસ્તકના સર્જનમાં ઈશ્વર પ્રેરણા રૂપ છે.
04.બ્રહ્માએ ઉત્કૃષ્ટ માનવ સર્જયો ,આવા માનવનું સર્જન પુસ્તક છે.
05.મન માંથી વહેતી વાણીને નાથવા પુસ્તક છે.
06.પેઢીઓ વચ્ચે અનુભવોની આપ-લે માટે પુસ્તક છે.
07.મન બગીચાનાં ફૂલોનો ફાલ પુસ્તક છે.
08.ધનનો મહામૂલો સદ્વ્યય પુસ્તક છે.
09.તનની તંદુરસ્તી માટે અન્ન,મનની તંદુરસ્તી માટે સારા પુસ્તકો છે.
10.પૃથ્વીને સ્વર્ગ બનાવવાની શક્તિ પુસ્તક છે.
11.સારા માતા-પિતા અને સારા સંતાનો ઘડનાર પુસ્તકો છે.
12.જ્ઞાનીના જ્ઞાન તેજની જ્યોત પુસ્તક છે.
13.અમૂર્ત ભાવોનું સાક્ષર એવું મૂર્ત સ્વરૂપ પુસ્તક છે.
14.સહ્રદયી,પ્રમાણિક અને મહેનતું માનવને ઈશ્વર મદદ કરે છે.
15.કેળવણી એટલે આપણો મિજાજ આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સંભાળવાની શક્તિ.
16.કદમ હોય અસ્થિર એને રાહ કદી મળતો નથી અડગ મનના માનવીને હિમાલય કદી નડતો નથી.
17.રસ્તો કદી ચાલતો નથી આપણે જ ચાલવું પડે છે.
18.બેલેન્સ વગરનો ચેક અને ભક્તિ વગરનું જીવન બરાબર છે.
19.પ્રેમ પ્રભાવ તમામ અભાવોને મિટાવી દે છે.
20.ક્ષમા માંગવામાં નમ્રતા જોઈએ.ક્ષમા આપવામાં ઉદારતા જોઈએ.
21.ધીરજ અને ખંત હોયતો બધી પ્રાર્થના ફળે.
22.શિક્ષણ અને સંસ્કાર મળે ત્યારે વિદ્યા મળી કહેવાય.
23.અંધકારને દોષ દેવો એના કરતાં નાનકડો દીવડો પ્રગટાવો વધુ સારો છે.
24.શિક્ષણએ સમાજ કલ્યાણનું કાર્ય છે.
25.શ્રધ્ધાપૂર્વક ધ્યાનપૂર્વક અને આદરપૂર્વક કરલી પ્રાર્થના કદી એળે જતી નથી.
26.શિક્ષકે,શિક્ષક-પ્રશિક્ષકે અને આચાર્યે સતત શીખતાં રહેવું જોઈએ.
27.શિક્ષક-પ્રશિક્ષક એ નવા વિચારો નો ઋષિ છે.આર્ષદ્રષ્ટા છે.
28.પ્રતિબધ્ધતા એટલે કોઈ એક સત્કાર્ય કોઈપણ ભાગે અદા કરવાની આંતરિક પ્રતિજ્ઞા.
29.શિક્ષકો કેળવણી વિષયક મૂડી ઉભી કરનારા સેનાની ઓ છે.
૩૦.સંભાળવું સારું છે પણ તે પૂરતું નથી,તમ્રે સમજવું પણ જોઈએ.સમજવું સારું છે,પણ તે પૂરતું નથી,તમારે કામ કરવું જોઈએ.
31.આપણા માપદંડો થી બીજાને ક્યાં સુધી માપતા રહીશું? ક્યાં સુધી બધાના ન્યાયધીશ બની ન્યાય તોળતા રહીશું?
૩૨."જે હસી શકે છે તે ગરીબ નથી."
33.ચપળતા, ચતુરાઈ અને ચોકસાઈ આ ત્રણ વિજય માટેની તોપ સમાન છે.એટલે તેને સાચવો તો તમારો વિજય.
34.તક ની એક મોટી મુશ્કેલી એ છેકે આવે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે.
35.આખી દુનિયાની યાત્રા ભલે કરો,પણ અંતરના ઊંડાણમાં ઊતરીને કરેલી જીવનયાત્રા જેવી ભાવયાત્રા બીજી એકપણ નથી.
37.કુદરતના અફર નિયમોને લીધે જ સૌ કોઈના શ્વાસ ધબકે છે,માટે કુદરતને
38.ઉપદેશ આપવો સહેલો ,ઉપાય બતાવવો અઘરો.
39.અહંકાર છોડો,અહંકાર પતનનું મૂળ
40.બીજા તમને સુખી બનાવે એની રાહ ન જોશો.સુખ તમારે પોતે જ પોતાની જાતે પ્રાપ્ત કરવું પડશે.
41.જેનું નિશાન લીધું હોય એને જ માણસ લાંબા ગળે પણ વીંધી શકે છે.
42.આપને ગમે તેટલા પાપ કરાયા હોય,પણ જો પરમાત્મા તરફ જવાની આપણી પૂરી તૈયારી હોય તો હજારો ધજાઓ લગાવીને આપણો સ્વીકાર કરવા એ કાયમ તત્પર છે.
43.મનોવૈજ્ઞાનિક રીતે તમે જેવાં છો, તેવો તમારો સમાજ છે.તમારું રાજ્ય છે.તમારો ધર્મ છે.
44.માનવીનું મૂલ્ય બેવડું મેળવે છે એના પરથી નહીં બેવડું આપે છે એના પરથી અંકાતું હોય છે.
45.પ્રેમ સહુ પ્રત્યે રાખો,વિશ્વાસ થોડા પ્રત્યે રાખો,પરંતુ દ્રેષ કોઈના પ્રત્યે ન રાખો.
46.આ વિશ્વની શ્રેષ્ઠ અને સુંદરતમ વસ્તુઓને જોઈ શકાતી નથી .સ્પર્શી પણ શકાતી નથી.તેને માત્ર હૃદયથી અનુભવી શકાય છે.
47.ખુશી મહેનત થી આવે છે .અસંયમ અને આળસ થી આવતી નથી.મનુષ્ય કામને ચાહે છે તો તેનું જીવન સુખી થઇ જાય.
48.કોઇપણ માણસ જ્યાં સુધી સારો થવાની કોશીક ન કરે ત્યાં સુધી પોતે કેટલો ખરાબ છે, તે જાણી શકતો નથી.
49.બીજાનાં મનને જાણવાની ચેષ્ટતા કરવા કરતાં પોતાના (ખુદના) મનને જાણવાની ચેષ્ટા કરો.
50.દસ માંથી નવ લોકોના દુર્ભાગ્યનું કારણ એ છે કે એઓ કર્તવ્યને બદલે સુખને પહેલી પસંદગી આપે છે.
51.જગતના અંધારા ધૂએ એ સૂર્ય,ઉરના અંધારા ધૂએ એ ધર્મ.
52.માનવતાનું બીજું નામ પ્રેમ છે પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા રહેલી છે.
53.જે કંઈ વિશિષ્ટ ગુણ માનવીમાં નથી.તેવાં ગુણોનું તેનામાં આરોપણ કરીને આપણે તેને મિથ્યાચારી અને મિથ્યાભિમાની બનાવી દઈએ છીએ.
54.ભયથી વ્યાપ્ત આ સંસાર માં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે કે બધા પર દયાભાવ રાખે છે.
55.તમે જો પાપનું ચિંતન કરશો તો નિ:સંશય પાપી બની જશો અને તમારા કાર્યો પર તેની પાપી છાપ પડી જશે.જો તમારું ચિંતન શુભ હશે તો તમારા કાર્યો પણ નિર્દોષ સાચા અને પવિત્ર બનશે.
56.અન્યના દોષ જોવા કરતાં સહેલી બીજી કોઈ વસ્તુ નથી,નિંદા કરવામાં કોઈ જાતની હોંશિયારીની ,ત્યાગની કે બુદ્ધિની જરૂર પડતી નથી.
57.અનિષ્ટોથી બચી જઇને સહી-સલામત રહી શકીએ તે માટે ભયની લાગણી આપણામાં મૂકવામાં આવી છે.તેનું કર્તવ્ય,બીજી વૃત્તિઓની જેમ વિવેકબુદ્ધિ ને દબાવી દેવાનું નહીં,પણ મદદ કરવાનું છે.
58.બીજાનાં મન ઓળખવાનાં પ્રયોગ કરવા કરતાં સ્વ-મનને ઓળખવાનો પ્રયત્ન કરવો.
59.બીજાનાં ચહેરા ઓળખવાના પ્રયોગ કરવા કરતાં સ્વ-(પોતાના)ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરો.
60.જ્ઞાન ગુરુ પાસે થી જ મળે છે.એવું નથી હુંતો કહું કે જેની પાસે થી જ્ઞાન મળે તે ગુરુ.
61.વાત વાતમાં નિર્વેદ ,કંટાળો,થાક આ બધા વિચારો માણસને મારી નાખે છે.આદત છેવટે આદત છે નોકરી,સલામતી,એને કારણે મળતી સત્તા ,ફાયદા.....આ બધાની ટેવ પડી જાય છે.બાળક માતાના ગર્ભમાં સુરક્ષિત છે.જયારે જન્મ થી બહાર પડે છે.પછી આપણે એને કપડામાં વીંટાળી દઈએ છીએ. જેથી એને કાંઈ કવચ મળી રહે,પછી એ બાળક મોટું થાય છે.એ ગાભો લઈને ફર્યા કરે છે.આપણે પણ નોકરી અને સલામતી ,માન, સારા દેખાવનાં ગાભા લઈને ફરીએ છીએ.આગભાને જે ફેંકી શકે છે એ બચી શકે છે.
62.સારા માણસો જીવનને માણે છે.
63."જીવનનો નકાર એટલે ઈશ્વરનો નકાર."
64.લોક સમાજ સબ એક થઇ જાય તો પાપ નહિ રહેગા પાપ કૌન કરેગા.
65.જો તમારામાં અડગ શ્રધ્ધા વિશ્વાસ હશે તો અંતે તમારો વિજય થશે.
66.તમારો અડગ નિર્ણય એ જ તમારો સાથીદાર છે.અન્ય માણસ તમને મદદ કરશે નહિ એ તમે યાદ રાખજો.
67.આપણે એવા તારણ પર ન આવવું જોઈએ કે માનવી એક વખત નિષ્ફળ નિવડે એટલે કાયમ માટે તે નિષ્ફળ જશે.નિષ્ફળ ગયેલો માનવી જો પ્રયત્ન ચાલુ રાખે તો અચાનક જ તેને સફળતા મળી જાય છે.
68.આપણે આપણી મતિ કુંવારી રાખવી જોઈએ એને ક્યાંય ફસાવવી ન જોઈએ નહી.
69.તમે હાથમાં લીધેલું કામ કરતી વખતે એકજ લક્ષ્ય રાખો.જે વ્યક્તિ એક જ ધ્યેય રાખી કાર્ય કરે છે.તેને સિદ્ધિ પ્રાપ્ત થયા વિના રહેતી નથી.એક કરતાં વધારે ધ્યેય રાખનારની શક્તિ એકત્ર થતી નથી અને વહેંચાયેલી શક્તિ કોઈપણ દિશામાં લઈ જતી નથી.
70.પ્રભુ સે પ્યાર કરો લેકિન ઉસકા વ્યપાર મત કરો."પ્રભુ મેં હરરોજ તેરી દસ માળા કરુંગા,અગરમેં પરીક્ષા મેં પાસ હો જાઉં."
71.પૂણ્ય કરવું સહેલું છે પણ પાપને અટકાવવું અઘરું છે.
72.ઈશ્વર કરતાં ઈશ્વર નામ મહાન છે.
73.ખુદ કૃષ્ણ દુર્યોધનને નહોતા સમજાવી શક્યા,તો આપણે સમાજ કે ઘરમાં કોઈ દુર્યોધન હોયતો તેને ન સમજાવી શકીએ તો દુ:ખ લગાડવા જેવી વાત નથી.
74.જેને મળવાથી આપણામાં પણ પ્રભુ નામ આવે તો તે જ સાચો વૈષ્ણવ જાણવો.
75.નામ સ્મરણ પ્રભુનું -દાસી-પતિએ રાજકુંવરી જોઈ સૂકાવા લાગ્યો.દાસીએ પૂછ્યું -(તમારી પત્ની શું મદદ કરીશ.)દાસીએ રાણીને વાત કરી રાણી જ્ઞાની હતી.તેને હા,પાડી છ માસ જંગલમાં રહેવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવો અને ભોજન હું મોકલાવું તે સાત્વિક ખાવું-પેલા ભાઈ કુંવરી મળેતો આ કરવામાં શું વાંધો ભાઈ ગયા રાજ સૈનિકો ખબર રાખે છે. છમાસ પછી તે બદલાઈગયો મારે કુંવરી નથી જોઈતી.
76.મહાનતાના માર્ગે ચાલનારા અભાવ ગ્રસ્ત જેવાં માત્ર દેખાય છે.હોતા નથી એમની પાસે દૈવી સંપદાની ભારે પુંજી હોય છે.
77.બિનજરૂરી મહેનત,ઈર્ષ્યા,દ્રેષ વગેરે માં સમય વેડફી દેનારા તો ઘણા જોવામાં આવે છે.પણ આંતરિક સંપદાને ઓળખીને તેને પ્રાપ્ત કરવામાં પ્રયાસ કરનારા કયાંય જોવામાં આવતા નથી.
78.પરમાત્માને જે યાદ કરે તે સાધુ પણ પરમાત્મા જેને યાદ કરે તે સંત
79.પહેલાં સંત સોનાના હતા અને કમંડર લાકડાના હતા અત્યારે કમંડરસોનાના છે અને સંત લાકડાંના થઇ ગયા છે.
80.પાંચ આંગળીનો વિવાદ -ટચલી થી માંડી અંગૂઠા સુધી -સંત પાસે જવું-સંત કહે જ્યાં હથેળીમાં પ્રભુનો વાસ છે ત્યાં બધી ભેગી થાવ બધી સરખી છો નથી નાની નથી મોટી ,(તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો મૂર્ખ કરતાં ગોટો.)
81.કબૂતરોનું ઘૂ..ઘૂ..ઘૂ..ઉંદરનું ચૂં...ચૂં...ચૂં...કાગડાનું કા...કા...કા...માણસનું હું...હું...હું...કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ....
82.હૃદયપૂર્વકના પરિશ્રમ પછી પ્રાપ્ત થતી સિદ્ધિ માણસને વિશેષ નમ્ર બનાવે છે.
83.પોતાનામાં જ્ઞાન નથી હોતું તેથી જ અજ્ઞાનીઓને સંતની ભીડ ક્યારેય ગમતી નથી હોતી.
84.પાપની પક્કડ ઘણી મજબૂત છે એ પક્કડ માંથી કોઈ છરકી શકતું નથી પાપ જોવાનું કે કર્યાનું ફળ ભોગવવું પડે છે.એકલું કરવાથી જ પાપ લાગે છે. તેવું નથી પણ જોવાથી એ પાપ લાગે છે.પાપ કર્મ કરવાની વાતો સાંભળવા થી પણ પાપ લાગે છે. માટે પાપ થી દૂર રહો.
85.સત્યની શોધ સ્વયં જ કરવી પડે.
86.સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે મનની અપેક્ષા રાખતાં પહેલાં મન આપતા શીખવું પડે.
87.શિસ્ત અને સંસ્કાર થી જ માનવી માનવી વચ્ચે પ્રેમની શ્રેષ્ઠ અનુભૂતિ થાય છે.
88.વાણી જ માનવીનું એક એવું આભૂષણ છે જે બીજા આભૂષણોની જેમ ઘસાતું નથી.
89.જે પોતાની જાતને સમજી ન શકે,મૂલવી ન શકે એ વળી બીજાને શું મુલવવાના?
90.જ્યાં સત્ય છે ત્યાં નીતિ છે અને નીતિ હોય ત્યાં જ નારાયણ વસે છે.
91.રડી રડીને પણ જીવવું તો પડશે જ તો પછી હસતાં જીવવામાં વાંધો શું?
92.જે માનવી માત્ર પ્રશંસા જ ઝંખતો હોય છે.તેને પોતાનું સઘળું સુખ અન્યને સોપેલું જાણવું.
93.શિખામણ -એટલે-જે મણ જેટલું શીખ્યા હોય એ જ થોડી શિખામણ આપી શકે.
94.લાગણી અને માંગણી કયારેય સમાંતર 'ન' જીવી શકે.
95.ધન ઉછીનું આપી શકાય ,સંસ્કાર ઉછીના આપી શકતા નથી.
96.સંભળાવનાર કરતાં જ્યાં સાંભળનાર વધુ હોય તે ખાનદાર ઘરનું લક્ષણ છે.
97.તમારી સંમતિ વગર કોઈ તમને વામણ બનાવી શકતું નથી.
98.જો ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી રહી જશે.
99.ઇષ્ટ અને અનિષ્ટ એ બે વચ્ચેનો તફાવત સમજીને દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેનાર સમજૂ ગણાય છે.
100.પોતાની જાત સાથે જે હસી શકે છે તેની સામે કે પાછળ કોઈ હસતાં નથી.
101.ઈશ્વર સર્વત્ર છે.સર્વ વ્યાપક છે અને સર્વજ્ઞ છે આવત સમજે તે જ્ઞાની
102.આત્મા એ જ પરમાત્મા છે તેનું સૌ કોઈને ભાન થવું જરૂરી છે.
103.જે લોકો બીજાનાં માટે આસું વહાવે છે, એમની આંખો માંથી આસું નહિ પણ મોતી ઝરે છે.
104.પોત પોતાની અહંતાની કેદ માંથી છૂટ્યા વગર સદજીવનનું સૌંદર્ય ખીલી જ ન શકે.
105.માનવી દુખી છે કારણકે તે એવી વસ્તુઓની કામનાથી ભરપુર છે જે ટકી નથી શકતી.
106.તમે જિંદગીને ચાહો છો જ તો સત્યને વેડફી નાખ્યા નહીં,કારણકે જિંદગી એની બનેલી છે.
107.ભૂખ્યાને પ્રેમથી ભોજન ન કરવી શકોતો તેને પ્રેમથી બોલાવજો.
108.કઠોર પરિશ્રમ દ્વારા જીવનને સફળ બનાવો.
109.તમે યુવાન છો! તો તમને હિંમત હારી જવાનો કોઈ અધિકાર નથી.
110.ખાબોચિયા જેવાં બંધિયાર ન બનો.વરસાદની જેમ મન મૂકીને વરસતા શીખો.
111.સફળતા માટેની પહેલી શરત એ છે કે તમને એ મેળવવાની ઈચ્છા હોવી જોઈએ.
112.હિંમતે મર્દાતો મદદે ખુદા જરૂર આવે છે.
113.લોહી કરતાં લાગણીના સંબંધ વધુ કામ આવે છે.
114.ભગવાન જે કરે તે આપણા ભલા માટે,તેમ માનીને જીવવા થી જ આનંદ મળે છે.
115.કર ભલા તો હો ભલા કરણીનું ફળ તો સૌને મળે જ છે.
116.સમયને જાળવનાર બધું જ મેળવી શકે છે.
117.સાચો વૈષ્ણવ શ્રીપ્રભુજી પાસે કોઇપણ વસ્તુની માંગણી કરતો જ નથી.
118.નિષ્કામ ભક્તિ જ સર્વોત્તમ ગણાય.
119.વૈષ્ણવ મુક્તિની પણ માંગણી કરતાં નથી વૈષ્ણવોને સેવાભાવ બહુ જ પ્રિય છે.
120.સેવા કરે તે સાચો વૈષ્ણવ
121.વૈષ્ણવ સેવા કરે પણ સેવા કરાવે નહિ.
122.ઘરમાં ખટપટ,તકરાર થાય ત્યારે રોષે ભરાઈને કદાપિ ઘર છોડશો નહિ.
123.કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો,તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.
124.મનુષ્ય નિર્મત્સરણ બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી.
125.ઈશ્વર કોઈને નડતો નથી,પણ નડે છે,સૌને પોત પોતાના કર્મો.
126.પ્રતિષ્ઠા બધાને આપો,નિષ્ઠા પ્રભુમાં રાખો.
127.શ્રધ્ધા બળવાન હોયતો પરિણામ શીઘ્ર મળે છે.
128.દિવ્ય દ્રષ્ટિવાળા ઋષિઓ ચિંતનની ઉત્કૃષ્ટતા,ચરિત્રની આદર્શવાળા અને વ્યવહારની શાલીનતાના સમન્વયને ધર્મ કહે છે.
129.મનુષ્ય માત્ર એક છે,ધર્મનું સ્વરૂપ શાશ્વત છે,તે પણ એક છે.ગુણ,કર્મ, સ્વભાવમાં જો પરિવર્તન ન આવેતો ધર્મ સંબંધી બધાં બ્રાહ્ય ઉપકરણો ,શાસ્ત્ર, ગ્રંથ વગેરે માત્ર આડંબર બનીને રહી જાય છે.જે આ તત્વદર્શનને હૃદયમાં ઉતારીને એના ઉપર ચાલવાનો પ્રયાસ કરે છે.તે નિશ્ર્વિત રીતે જ ધર્મપરાયણ કહી શકાય છે.
નાના-મોટાનો આમાં કોઈ ભેદભાવ નથી.ચિંતનની શ્રેષ્ઠતા,ચરિત્ર-નિષ્ઠા અને શાલીનતા યથાર્થ ધર્મ છે.
130.બ્રાહ્ય આચરણ ગમે તેવું હોય ,વ્યક્તિ અંદરથી એવો સુસંસ્કારી છે નહીં,એના પરથી જ એનું મૂલ્યાંકન થાય છે.
131.પાપીમાં પાપી આત્માનો પણ તિરસ્કાર ના કરો.અનાદર ન કરો.
132.અહંકાર થી તિરસ્કાર પેદા થાય છે.જેમકે આ સાવ નફ્ફટ છે.વારના દિવસે પણ આ ખાય છે તે કરે છે.
133.કોઈ અગ્નિ (આગ) થાય તો આપ પાણી થાજો .મારા પ્રભુની વાણી એક જ છે. આગ-આગ લગાડે છે,પાણી આગ ઠારે છે.
134.ઉપવાસના દિવસે પણ તિરસ્કાર (ઈર્ષા) આના વાયરસ ઝડપી બીજા ઉપર અસર કરે છે.
135.ધંધામાં ખતવણી કરીએ તેમ ધર્મમાં પણ સાચી ખતવણી કરવી જોઈએ.
136.અહંકારી માણસને વિવેક પણ રહેતો નથી અમે કર્યું છે.મેં કર્યું,હું જ કરું છું , હું જ મહાન છું.
137.પ્રેમ અને ઉદારતા થી અપરાધીને ક્ષમા આપવી.
138.ક્ષમા ધર્મનું આચરણ કરવું,ઉપાસના કરવી.
139.બજારમાં ચીજ વસ્તુના ભાવ વધે છે મનનાં ભાવ ઘટે છે.બજારમાં મોંઘવારી વધી છે.ક્ષમા રાખો,ક્ષમા માગો,ક્ષમા આપો,ક્ષમા ઉદારતા થી આપો,ક્ષમામાં માણસને મોટાઈ નડે છે.
140.ક્ષમા રાખવી ક્ષમા માગવી તે મહાનતાની નિશાની છે.
141.નમ્રતા થી કોઈ ક્ષમા માગવા આવે to તેને શરમાવશો નહિ.(આવ્યો ને હવે)એવું નહિ કહેતા ઉદારતા થી ક્ષમા આપજો.
142.ઘણા માણસો કહેતા હોય છે કે કાળ ખરાબ છે.પણ ખરેખર કાળ ખરાબ નથી પણ આપના કાળજા ખરાબ થઇ ગયા છે.
143.શાંતી થી જીવવું હોયતો અને પ્રભુ પ્રેમ મેળવવો હોય તેના પ્રત્યે પ્રેમ રાખવો હોયતો બીજાના સુખને યાદ ન કરશો.અને પોતાના દુઃખને (કોઈ પાસે) ગાશો નહિ.
144.મનુષ્ય યોની કર્મ યોની છે.બીજી યોની ભોગ યોની છે.મનુષ્ય પાસે બહુ સુખ છે.
145.તુમ ચોરી કરતે હો તો દશ પડદે રખતે હો,જબ થોડા દાન કરતે હો તો ,માઈક પર આકાર દેતે હો. આપજીવન ચાહતે હૈ મરણ નહીં ચાહતે ,આપ સન્માન ચાહતે હૈ ,આપ અપમાન નહીં ચાહતે હૈ.
146.અધર્મ-અનીતિ-દમન સામે ઝઝૂમવા માટે સંઘશક્તિને માત્ર એકત્રિત થવાનીજરુર હોય છે.તે નાશ તો પામે જ છે ,તેને નમવું પડે છે જ છે પણ ત્યારે કે જયારે જન-જનમાં સ્વાભિમાન ભર્યો ગુસ્સો જાગે અને ચેતના સળવળે.
147."સત્ય","વિવેક" સત્યનો અર્થ છે.શ્રેય તે આવરણો થી ઢંકાયેલું રહે છે.-ભ્રમ સ્વાર્થ-આગ્રહ.
148.સત્યની ઉપેક્ષા સ્વાર્થ માંથી પેદા થાય છે.
149.બોલવામાં મિષ્ટ ભાષાનો ઉપયોગ કરો.
150.અભિમાન એ પતનની નિશાની છે તે ના ભૂલશો.
151.જ્યાં સ્વાર્થ આવે ત્યાં સંઘર્ષ સર્જાઈ છે.
152.ઈર્ષાળું સ્ત્રી કદી શાંતી પામી શક્તી નથી.
153.આતિથ્ય ભાવ એ ઘરનો વૈભવ છે.
154.કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.
155.નીંદ કે કુંથલી કોઈની પણ કરશી નહિ.
156.બાળક, ભૂખ્યા અને અપંગ ઉપર હંમેશાં દયા રાખો.
157.જગતમાં માતા થી કશું જ મહાન નથી.બાળકનું ઘડતર માતા કરે છે.
158.પતિ-પત્ની સુખ-દુઃખના જીવન સાથી હોવા જોઈએ.
159.સ્ત્રીની શોભા લજ્જા થી અને પુરુષની વિનય થી મપાય છે.
160.ધર્મ દલીલનો વિષય ન બનાવો,શ્રધ્ધાનો વિષય બનાવો.
161.શ્રધ્ધા વગરની ભક્તિ કંઈ પણ અઆપ્તિ નથી.
162.નમ્રતા અને વિનય ધર્મની બે શાખાઓ છે.
163.ભણેલ સ્ત્રી ઘરના કામ કરવામાં કયારેય નાનમ ન અનુભવે.
164.સ્ત્રી પોતાની જાતને પુરુષ થી ઉતરતી કક્ષાની કયારેય ન ગણે.
165.ક્રોધ તમારી શાંતી ના આનંદ નો નાશ કરે છે.
166.વાંચોને વિચારો,એના કરતાં જીવનમાં ઉતારો તે શ્રેષ્ઠ છે.
167.રામાયણની સીતાને અને મહાભારતની ગીતાને કયારેય ભૂલશો નહિ.
168.ભૂખ તરસને સહન કરવાની ટેવ પાડો.
169.પ્રભુને અર્પણ કર્યા પછી જ ભોજન કરો.
170.માગો નહિ ,લાયક બનો,આપો આપ મળશે.
171.સ્ત્રી પતિ પાસે ધાર્યું કરાવી શકે છે-પ્રેમ થી,નહિ કલેશ કે બળજબરી થી.
172.સ્વર્ગ માતાના પગ નીચે છે,એને પગે પડો અને મેળવો.
173.તૃષ્ણા ઘરડી થતી નથી,માણસ ઘરડો,ઘરડી બને છે.
174.જેનું જીવન શુદ્ધ છે,તેનો હિસાબ ચોખ્ખો છે.
175.પથારીમાં સૂતા તરત પ્રભુને યાદ કરો.
176.જીવનમાં સુખી થવું હોયતો-કામ ખા, ગમ ખા.
177.બીજાને મન આપો.આપો આપ તમને માન મળશે.
178.મનુષ્યે માનસિક ને શારીરિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું.
179.જે દિવસે પાપ થયું હોય,તે દિવસે ઉપવાસ કરજો,પ્રાયચિત કરજો.
180.માતા-પિતાએ પુત્ર-પુત્રીને સમાન ગણવા જોઈએ.
181.માતા-પિતાએ બાળકોની હાજરીમાં ક્યારેય ઝઘડવું નહિ.
182.ભોગમાં ક્ષણિક સુખ છે,ત્યાગમાં અનંત સુખ છે.
183.વંદના દરેક દેવને કરો પણ ધ્યાન એક જ દેવનું કરો.
184.જરૂરિયાત ઓછી કરો,તો આપો આપ અશાંતિને પરેશાની ઘટશે.
185.ખોટી સંગત ,સ્વાર્થને નિંદાથી બચવા પ્રયત્ન કરો.
186.મનુષ્યે મનને ,કામને અને લોભને વશમાં રાખવા જોઈએ.
187.ધર્મના માર્ગમાં બુદ્ધિ નહિ,શુદ્ધિ ની જરૂર છે.
188.જે સ્ત્રી-પુરુષ બીજાના સુખી સંસારને રોળે તે અધમ છે.
189.જે પ્રથમ વિચારે છે તેને પાછળ થી પસ્તાવું પડતું નથી.
190.કાર્ય કર્યા પછી પસ્તાવું પડે તેવું કાર્ય જ ન કરવું.
191.તમારું કોઈપણ વર્તન એ તમારા મનનું પ્રતિબિંબ છે.
192.ઘણી વખત યાદ કરવા કરતાં ભૂલી જવું લાભદાયક બને.
193.જુવાનીને એવી રીતે સાચવો કે જે તમને વૃદ્ધાવસ્થામાં મદદગાર થાય.
194.વિવેકના ગણિતથી વધારે નિશ્ર્વિત બીજી કોઈ વિદ્યા નથી.
195.સત્ય અને વિવેક બંને બરાબર પુષ્ટ થયા વિના મનુષ્યની સદગતિ નથી.
196.સત્યથી દૂર રાખનારી વૃત્તિ ઓને વિવેકનો અભ્યાસ જ ભેદી શકે અને સત્યનો બોધ કરાવી શકે.
197.ભ્રમ=જાણકારીનો અભાવ,એકાંગી જાણકારી,ગેરસમજ તથા તત્કાળનાં આકર્ષણ વગેરે પ્રકરણોનો સમાવેશ થાય છે.
સ્વાર્થ=માં ઔચિત્યને છોડીને પોતાના-પારકાના ભાવ વ્યાપકહિતની જગ્યાએ સીમિતનો લાભ,બીજાની શ્રમ પ્રતિભા જેવી વિભૂતિઓ ઉપર પોતાની છાપ નાખવી આદિનો સમાવેશ રહે છે.એને સંકીણતા પણ કહી શકાય છે.
આગ્રહ=માં પરંપરાવશ,અભ્યાસવશ,ભયવશ,પ્રમાદવશ,અહંકારવશ બીજાના પક્ષને ન જોવાની પ્રવૃત્તિઓ આવે છે એને દુરાગ્રહ પણ કહી શકાય છે.
198.સત્ય અને વિવેક પરસ્પર જોડાયેલાં છે.એક સિક્કાની બે બાજુ,મનુષ્ય સ્વભાવથી જ પૂર્વગ્રહોથી ગ્રસિત હોય છે.(1) વંશપરંપરાઓ (2) વાતાવરણ (3) સંચિત સંસ્કારો
199.વિવેકશીલ ન્યાયધીશની જેમ નિષ્પક્ષ હોયછે,આગ્રહી નથી હોતા જ્યાં જેટલું ઔચિત્ય જોવામાં આવે છે,તેને વિના સંકોચ સ્વીકારી લે છે.એવા લોકોને પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં સંકોચ કે નાનમ નથી લાગતી અને ન તો પોતાના મતને જ સમગ્ર કે સંપૂર્ણ હોવાનો આગ્રહ હોય છે.
200.પોતાની ભૂલને સ્વીકારવામાં કયારેય સંકોચ ન કરવો,ભલે પછી તે ભૂલ નાના એ જ બતાવી કેમ ન હોય, તે જ મોટાઈની મહાનતાની નિશાની છે.ઔચિત્યને કોઈપણ કિંમતે સ્વીકારવું જ જોઈએ,પોતાના અહંકારને વચ્ચે લાવવો નહી જોઈએ.
201.જ્યાં લોભ અને ભયની તતૂડી બોલતી હોય ત્યાં ન્યાય ઔચિત્યની કલ્પના પણ ના કરવી જોઈએ.
202.તર્ક-વિતર્ક કરજો પણ કુતર્ક કયારેય નહિ કરતાં.
203.સમયની કિંમત-સમયની કિંમત જરૂર મળે છે.પણતેતો કોરો ચેક છે,તેના ઉપર શ્રમની કલમ અને વિચારની શાહી થી મૂલ્ય ભરાય છે.શ્રમ અને વિચાર મળીને જેટલું મૂલ્ય ભરી દે છે તેટલું જરૂર મળી જાય છે.
204.ભગવાને મનુષ્યને ચાર સ્તરની શક્તિ જન્મજાત રૂપે પ્રદાન કરી છે,તેઓમાં એક છે-ઇન્દ્રિય શક્તિ,બીજી -સમય શક્તિ,ત્રીજી-વિચાર શક્તિ અને ચોથી-સાધના શક્તિ ,ત્રણ શક્તિ ઓ તેના શરીર અને મનમાં ભરેલી પડી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો