શાળા પ્રવેશોત્સવ ગીત (રાગ-પારણીયું બંધાય)
પાટી પેન લાવો નવાં કપડાં રે પહેરવો,
એ......હાલો બાપા,હાલો માડી ભણવાને જાવું.....(૨)
રૂડું ભણતર રે ભણવું છે. મારે.......
ભણી ગણીને હોંશિયાર થવું છે.
પૂરું ભણતર ભણાવજો મુજને,
મનની ઈચ્છા અધૂરી રહેના.
હે.......જેવું ભણતર ભણાય,
હે એવું જીવતર જીવાય......(૨)
કેવો સુંદર અવસર ................પાટી પેન લાવો.......0
સારા જીવનનું ઘડતર થાશે,
સારા સંસ્કારનું સિંચન થાશે.
દયા ધર્મના પંથે જવાશે,
કરુણાનો રે ભાવ જ જાગશે.
જેવાં ગાંધીબાપુ હતાં,
તેવાં થાવું છે મારે...........(૨)
જો જો ભૂલીના જવાય.............પાટી પેન લાવો.......0
બાગમાં ફૂલડાંની જેમ મારે ખીલવું,
તેની સુગંધની જેમ મારે પ્રસરાવું
પરમાર્થના કર્મ મારે કરવા,
જેમ અગરબત્તી રે લાગે રે બળવા
હે.....એવા ગુરુજીની આજ્ઞાનું,
પાલન કરવું છે મારે............(૨)
એમાં કોઈ દી ના પડાયના,......પાટી પેન લાવો.......0
-સુરેશ પટેલ ના(જય ભોલેનાથ) મોટાકરણપુરા પ્રા.શાળા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો