03.એને (બ્રહ્મને) એક એટલા માટે કહેવામાં આવે છે કે, એ સમસ્ત પ્રાણોનું ભક્ષણ કરીને,'અજ' સ્વરૂપ બની ઉત્પત્તિ અને સંહાર કરે છે. બધાંજ તીર્થોમાં એ 'એક' જ (તત્વ) વિદ્યમાન છે, અનેક લોકો પૂર્વ,પશ્ચિમ,ઉત્તર અને દક્ષિણનાં વિભિન્ન તીર્થોમાં પરિભ્રમણ (યાત્રા) કરે છે, ત્યાં પણ એમની સદગતિનું કારણ એ એક જ (તત્વ) છે. સમસ્ત પ્રાણીઓમાં એકજ રૂપે રહેવાને કારણે એ તત્વને 'એક' કહે છે. 'રુદ્ર' એટલા માટે કહેવામાં આવે છે કે, એના સ્વરૂપનું જ્ઞાન ઋષિયોને સહજ રીતે જ થઈ જાય છે. સામાન્ય લોકોને એનું જ્ઞાન થવું મુશ્કેલ છે. 'ઈશાન' કેમ કહે છે? એટલા માટે કે એ સમસ્ત દેવો અને એમની શક્તિઓ પર,પોતાનું પ્રભુત્વ (ઈશત્વ) રાખે છે. (માટે હે રુદ્ર!) આપ શૂરની, અમો એવી રીતે સ્તુતિ કરીએ છીએ કે, જેમ દૂધ મેળવવા માટે, ગાયને પ્રસન્ન કરવામાં આવે છે. (હે રુદ્ર!) આપ જ ઇન્દ્રરૂપ થઈને આ સ્થાવર-જંગમ સંસારના ઈશ અને દિવ્ય- દ્રષ્ટિ સંપન્ન છો. એને કારણે આપને 'ઈશાન' નામથી સંબોધિત કરવામાં આવે છે. આપને ભગવાન મહેશ્વર કેમ કહેવામાં આવે છે? એટલા માટે કે,જે ભક્ત જન જ્ઞાન મેળવવા માટે આપનું ભજન કરે છે અને આપ એના ઉપર કૃપાનો વરસાદ વરસાવો છો, વાફ શક્તિનો પ્રાદુર્ભાવ કરો છો (વાફ શક્તિ ઉત્પન્ન કરો છો) સાથે-સાથે સમસ્ત ભાવોનો પરિત્યાગ કરીને આત્મજ્ઞાન અને યોગના ઐશ્વર્યથી પોતાની મહિમામાં રહો છો, એટલા માટે આપને 'મહેશ્વર' કહેવામાં આવે છે. આ રીતે આ રુદ્રના ચરિત્ર નું વર્ણન થયું.
0.2 પોતપોતાની ઈચ્છા અનુસાર વ્યવહાર કરવો એજ એ યોગિયોના સંસાર છે. એમાંથી કેટલાય તો વસ્ત્રોને ધારણ કરે છે અને કેટલાય દિગંબર અર્થાત વસ્ત્રો સિવાય જ રહે છે. એ યોગિયોઓને માટે ન તો કોઈ ધર્મ છે અને ન તો કંઈ અધર્મ છે. પવિત્ર કે અપવિત્ર વગેરે પણ કંઈ જ નથી. (ઇન્દ્રિયોને વશમાં કરવાના રૂપોમાં) હંમેશા સંગ્રહની દ્રષ્ટિથી એ (યોગીજન) અંત:કરણમાં (આત્માના ધ્યાન રૂપ) અશ્વમેઘ યજ્ઞ કર્યા કરે છે. એ જ એમનો મહાયજ્ઞ અને મહાયોગ છે.
01.શરીરની અંદર રહેલા હૃદય રૂપી ગુફામાં એક (અદ્વિતીય) અજ (ક્યારેય જન્મ ન લેનાર) નિત્ય (શાશ્વત) નિવાસ કરે છે. પૃથ્વી એનું શરીર છે ,એ પૃથ્વીની અંદર રહે છે, પરંતુ પૃથ્વી આને (અજને) જાણતી નથી. જળ જેનું શરીર છે, જે જળમાં નિવાસ કરે છે, પરંતુ જળ એનું જ્ઞાન નથી. તે જ જેનું શરીર છે, જે તેજની અંતર્ગત સંચારિત થાય છે, પરંતુ તેજ જેને (સંચારીત થવાને) જાણતું નથી. વાયુ જેનું શરીર છે, જે વાયુની અંદર સંચરિત થાય છે, પરંતુ વાયુ જેને નથી જાણતો. આકાશ જેનું શરીર છે, જે આકાશમાં સંચરિત થાય છે, પરંતુ આકાશ જેને નથી જાણતું. મન જેનું શરીર છે, જે મનમાં સંચરિત થાય છે, પરંતુ મન જેને નથી જાણતું.બુદ્ધિ જેનું શરીર છે, જે બુદ્ધિમાં નિવાસ કરે છે, પરંતુ જેને બુદ્ધિ જાણતી નથી. જેનું શરીર અહંકાર છે, જે અહંકારમાં નિવાસ કરે છે પરંતુ અહંકાર જેને જાણતો નથી, ચિત્ત જેનું શરીર છે, જે ચિત્તમાં સંચરિત થાય છે, પરંતુ ચિત્ત જેને જાણતું નથી. અવ્યક્ત જેનું શરીર છે, જે અવ્યક્તમાં સંચરિત થાય છે, પરંતુ અવ્યક્ત જેને નથી જાણતું. અક્ષર જેનું શરીર છે, જે અક્ષરમાં સંચરિત થાય છે, પરંતુ અક્ષર જેને જાણતું નથી. જેનું શરીર મૃત્યુ છે. જે મૃત્યુમાં સંચરિત થાય છે, પરંતુ મૃત્યુ જેને જાણતું નથી- એજ સર્વભૂતોમાં રહેલ એમનો અંતરાત્મા છે, એ નિષ્પાપ છે અને એજ એક દિવ્ય નારાયણ છે. શરીર અને ઇન્દ્રિયાદિ અનાત્મ વિષય છે. એના વિષયમાં 'હું ' અને 'મારા નો ભાવ' અધ્યાસ (ભ્રાંતિ) માત્ર છે. એટલા માટે વિદ્વાને ઈચ્છવું જોઈએ કે એ બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મજ્ઞાન) દ્વારા આ અધ્યાસ (ભ્રાંતિ-બ્રહ્મ)ને દૂર કરે.





